15
૧૫ – ભજન કરવાનું નોતરું ૧ સહુ જગતના લોકો, આવો, હર્ખે દેવનાં ગીતો ગાઓ; તેની સેવા કરો ભાવે, બધા તેને શરણે આવે.
૨ જાણો દેવ છે એક યહોવા, આવો તેનો મહિમા જોવા; આપણે ના પોતાથી થયાં, તેના હાથે છીએ બન્યાં.
૩ તેના લોકો છીએ બધા, ને ચારાનાં ઘેટાં સદા; સ્તુતિ કરતાં બારણે પેસો, તેના ઘરમાં આવી બેસો.
૪ તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો; કેમ કે પ્રભુ છે દયાળુ, ને સદાકાળ કરૂણાળુ.
૫ પેઢી દર પેઢીને માથે, દયા કરશે દાતાર હાથે; તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો.