266
૨૬૬ - નાથની નૈયા
ગરબીનો ઢાલ | |
(તાલ: હીંચ) | |
કર્તા: એન. જે. જયેશ. | |
ટેક: | આવો, બેસી જાઓને હો, નૈયા તૈયાર છે, |
નૈયા તારણની તૈયાર છે. | |
૧ | સાંભળો, સાંભળવા કર્ણ જ હોય તો, નોતરું આ આવિયું હો. નૈયા. |
૨ | જાણ, જંજાળનાં ચઢે તોફાનો, અમુંદર ધૂઘવે હો. નૈયા. |
૩ | પ્રલોભનોનાં પૂર ચઢીને, ઊછળી રહ્યાં છે હો. નૈયા. |
૪ | વિશાળ સાગર સામે પડયો છે, ડૂબતા શું કામ ભાઈઓ હો. નૈયા. |
૫ | કીધું તૈયાર છે તારકે તારવા, નાવ નિજ લોહીથી હો. નૈયા. |
૬ | કુવાસનાનાં મોજાં તજીને, નાવલે પધારજો હો. નૈયા. |
૭ | નાવિક પોત પ્રભુ પોકારે, ચઢી જાવ નાવલે હો. નૈયા. |