|
કર્તા દાનિયેલ ડાહ્યાભાઈ
|
|
ટેક:
|
કર ખરી, સજ્જન, તૈયીરી તારણ સુખ લેવા ભારી,
|
|
તેવ જશે પ્રાણ કો વારી, કાયા પણ ધૂળ થનારી.
|
|
૧
|
અંતક તવ છે ચોપાસે, જોતાંમાં ઝડપી જાસ્જે;
|
|
પછી ત્યાં તું કહેશે શું ? વિચાર હજુ થશે લાચારી. તારણ.
|
|
૨
|
કરવાનું તેં નવ કીધું, પણ વ્યર્થ કામ કર લીધું;
|
|
થશે શિક્ષા તને બહુ ત્યાં, સમજ રજ હ્યાં બીક મન ધારી. તારણ.
|
|
૩
|
ઓળખને જો અઘ તારાં, ગફલતમાં રે' નહિ, પ્યારા;
|
|
જરૂર જાશે મહા નાશે, તહાં થાશે ખરાબી તારી. તારણ.
|
|
૪
|
છે દેવ દયામય મોટો, માફીનો છે શું તોટો?
|
|
ફિકર કર કાં, પ્રભુ ગમ થા; અરે થા થા થશે સુખ ભારી. તારણ.
|
|
૫
|
આવી જા ઈસુ પાસે, શાંતિ તવ દિલમાં થાશે;
|
|
પાપ બળશે, મોક્ષ મળશે, સજા ટળશે અંતની તારી. તારણ.
|