509

Revision as of 04:03, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૦૯ - જગને જીવન દેવા કાજ == {| |+૫૦૯ - જગને જીવન દેવા કાજ |- |૧ |ઈસુ આવ્યા જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૦૯ - જગને જીવન દેવા કાજ

૫૦૯ - જગને જીવન દેવા કાજ
ઈસુ આવ્યા જગમાં ખાસ, જગને જીવન દેવા કાજ;
દુ:ખો, પાપો ટાળ્યાં ખાસ, જગને જીવન દેવા કાજ.
જગની સેવા કીધી ખાસ, જગને જીવન દેવા કાજ;
નિંદા, ઠઠ્ઠા સહ્યાં ખાસ, જગને જીવન દેવા કાજ.
થંભે તે જડાયા ખાસ, જગને જીવન દેવા કાજ;
કબરમાંથી ઊઠયા ખાસ, સ્વર્ગે ગયા જીવન કાજ.