10

Revision as of 13:51, 15 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "૧0 – હખેં પ્રભુની સેવા કરવી ૧ ગાતાં ગાતાં બધાં આવો, અમર રાગનાં ગીતો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧0 – હખેં પ્રભુની સેવા કરવી ૧ ગાતાં ગાતાં બધાં આવો, અમર રાગનાં ગીતો ગાઓ; દેવનો મોટો પ્રેમ વખાણો, તેનાં મોટાં કામો માનો.

૨ બાપના પ્રેમે ખબર લીધી, ખ્રિસ્તને એવી આજ્ઞા દીધી; ડૂબેલાના તારનાર થાઓ, પાપીઓનો ઉદ્વાર લાવો. ૩ મોતના માર્ગથી તેમને વારો, વે રીઓના હાથથી તારો; સતના ધારાઓ જણાવો, સુખને ચીલે તેમને લાવો.

૪ હવે, પાપી લોકો, માનો, એનો પૂરો ઉદ્ધાર જાણો; હર્ખે પ્રેમની વાતો ઝાલો, હર્ખે પ્રેમની સલાહી પાળો.

૫ આવો ને ભરોસો રાખો, ખ્રિસ્ત પર જીવનો બોજો નાખો તે તમારાં દુ:ખો લેશે, ને તમો શાંતિ દેશે.

૬ હે યહોવા, તારી વાણી, અમે સાંભળી અને માની તું આપે તે અમે લઈએ, તું માગે તે અમે દઈએ.