40
૪૦ - આદિતવાર
ગરબી કર્તા : | કા. મા. રત્નગ્રાહી |
ટૅક : | ધન દહાકો ધન આદિત કરો, ભજીએ ઈસુ નાથ; |
દહાડો બહુ સારો રે. | |
૧ | ઘંટતણા શુભ નાદ સુણીને, હરખાઈએ મન સાથ;..... દહાડો. |
૨ | પ્રભુમંદિરમાં દોડી જઈએ, સૌ વહાલાં સંગાથ;..... દહાડો. |
૩ | સંસારી ખટપટને ટાળી, સુણીએ પ્રભુની વાત;..... દહાડો. |
૪ | પ્રભુભજનમાં રહેવાથી તો મન થશે રળિયાત;..... દહાડો. |
૫ | આળસ ને વળી ઊંઘ તજીને રહીએ દેવની સાથ;..... દહાડો. |
૬ | દેવતણી પ્રીતિ સંભારી, સમરો ઈસુ નાથ;..... દહાડો. |
Phonetic English
Garbi Kartaa : | Kaa. Maa. Ratnagraahi |
Tek : | Dhan dahaako dhan aadit karo, bhajiae Isu naath; |
Dahaado bahu saaro re. | |
1 | Ghantatana shubh nad sunine, harakhaaiae man saath;..... Dahaado. |
2 | Prabhumandirma dodi jaiae, sau vahaala sanagaath;..... Dahaado. |
3 | Sansaari khatapatane taadi, suniae prabhuni vaat;..... Dahaado. |
4 | Prabhubhajanma rahevaathi to man thashe radiyaat;..... Dahaado. |
5 | Aadas ne vadi uungh tajine rahiae devni saath;..... Dahaado. |
6 | Devtani priti sanabhaari, samaro Isu naath;..... Dahaado. |
Image
Media