૧૬ - યહોવ મારો પાળક

૧૬ - યહોવ મારો પાળક
(હિંદી પરથી)
અનુ : જયાનંદ આઈ. ચોહાન
ટેક: ઈસુ મારો ઘેટાંપાળ હું તેના ગુણ ગાઉં છું.
નાનું તેનું બચ્ચું તેની પાછળ જાઉ છું.
લીલાં લીલાં બીડોમાં મને ચરાવે છે...(૨)
વળી નિર્મળ ઝરામાં મને પિવાડે છે...(૨)
તે આગળ આગળ ચાલે છે, ને રક્ષા કરતો જાય છે,
મૃત્યુ કેરી ખીણ મધ્યે મને સંભાળે છે,
જંગલ કેરાં જોખમથી મને બચાવે છે;
તે મલમપટ્ટી કરે છે, ને દિલાસો પણ તે દે છે,
તેની પ્રેમભરી સેવામાં હું આનંદ પામું છું.
વેરી કેરી હાજરીમાં ભાણું તે પીરસે છે,
કટોરો આનંદથી ઊભરાઈ જાય છે
તે શુદ્ધ પવિત્ર બનાવે છે, આત્માનું દાન વળી દે છે,
નિત નિત તેની સહાય થકી જય પામે જાઉં છું.

Phonetic English

16 - Yahowa maro palak
(Hindi parthe)
Anu : Jayanand I. Yohaan
Tek: Iesu maro getapad hu tena gun gawu chu.
Nanu tenu bachu teni pachad jawu chu.
1 Lila lila bidoma mane charawe che….(2)
Wadi nirmal jarama mane piwade che…(2)
Te aagal aagal chale che, ne rakcha karto jay che,
2 Mritu keri khin madhye mane sambhale che,
Jangal kera jokham thi manr bachawe che;
Te malampatti kare che,ne dilaso pan de che,
Teni prembhari sewama hu aanand pamu chu.
3 Weri keri hajari ma bhanu te pirse che,
Katoro aanadthi ubharai jay che
Te shudh pawitra banawe che, aatmanu dan wali de che,
Nit nit teni sahay thaki jay pame jawu chu.

Image

 

Media