486

Revision as of 02:26, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૮૬ - સંધ્યાકાળનું ગીત == {| |+૪૮૬ - સંધ્યાકાળનું ગીત |- |૧ |દા'ડો પૂરો થય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૮૬ - સંધ્યાકાળનું ગીત

૪૮૬ - સંધ્યાકાળનું ગીત
દા'ડો પૂરો થયો, રાતી આવી પાસ;
સંધ્યા કેરો છાંયો ફેલાયો ચોપાસ.
અંધારું છવાયું, તારાઓ દેખાય;

પક્ષી, પ્રાણી, ફૂલો, સર્વ ઊંઘી જાય.

થાકેલાંને ઈસુ દે મીઠો આરામ;
આશિષો પામીને ઊંધું હું આ ઠામ.
નાનાં બાનકોને તારાં સ્વપ્નો થાય;
ખલાસીઓ બચે સમુદ્રની માંય.
બધાં દુ:ખીઓને દિલાસો દે, નાથ;
પાપો ઈચ્છે તેને વારે તારો હાથ.
દૂતોની રક્ષામાં રહું આખી રાત;
પાંખોની છાયામાં ઊંઘું ભલી ભાત.
પ્રભાતે હું ઊઠું સાજો તાજો થઈ;
રહું શુદ્ધ ચોખ્ખો તારી દૃષ્ટિ મહીં.
સ્તુતિ હો પિતાને, પુત્રને જયગાન;
શુદ્ધાત્માને હોજો સદા સ્તુતિ, માન.