479

Revision as of 03:16, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૭૯ - બાળયાચના == {| |+૪૭૯ - બાળયાચના |- |ટેક: |ઓ ઈસુ, તુંજ ધનનામ, કરીએ તારા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૭૯ - બાળયાચના

૪૭૯ - બાળયાચના
ટેક: ઓ ઈસુ, તુંજ ધનનામ, કરીએ તારાં ગુણગાન.
તારલિયાને તું ચમકાવે, ભાનુ, ઈન્દુ તું પ્રગટાવે,
સાગરનાં સૌ ગાન..... ઓ ઈસુ.
વને વને તું ફૂલ વિકસાવે, વાદળીઓને તું વરસાવે,
પકવે સારાં ધાન...... ઓ ઈસુ.
પ્રેમ અનુપમ તું બતલાવે, બાળોને તું પાસ બોલાવે,
તારાં સૌ સંતાન...... ઓ ઈસુ.
કરજે રક્ષા રોજ અમારી, સંકટો સૌ નિત નિવારી,
બાળો સૌ નાદાન...... ઓ ઈસુ.