|
૯, ૯, ૯, ૫ સ્વરો ને ટેક
|
|
"Down at the Cross"
|
|
Tune: C. I. 226
|
|
અનુ. : લક્ષ્મીબહેન દેવહીભાઈ
|
|
૧
|
કાઢવા મુજ પાપરૂપી વિષ તમામ પ્રભુ ઈસુ આવ્યો દુ:ખને ઠામ;
|
|
સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ.
|
|
ટેક:
|
અતુતિ હો હરદમ, સ્તુતિ હો હરદમ,
|
|
સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ.
|
|
૨
|
કાલવરી પર થયો તે કુરબાન રુધિરની ધારથી છે આશિષદાન,
|
|
પાપી શુદ્ધ થાય તેમાં કરી સ્નાન, સ્તુતિ હો હરદમ.
|
|
૩
|
કેવી અજાયબ અનુપમ પ્રીત, પાપી કાજે થયો પ્રાયશ્વિત્ત !
|
|
મુકત કરે નિજ લોહી થકી જ, સ્તુતિ હો હરદમ.
|
|
૪
|
વેઠી મરણનો કડવો માર, પ્રભુ ખ્રિસ્તે ખોલ્યું સ્વર્ગી દ્વાર,
|
|
આશ અચળ ને અદ્ભુત ઉદ્ધાર, સ્તુતિ હો હરદમ.
|
|
૫
|
હે પ્રભુ, કરજે મારો ઉદ્ધાર, આ જગત માંહે તું થા દોરનાર.
|
|
આખરે પહોંચું સ્વર્ગે જે વાર, સ્તુતિ હો હરદમ.
|