467

Revision as of 02:58, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૬૭ - સુવાર્તા સુણાવીએ == {| |+૪૬૭ - સુવાર્તા સુણાવીએ |- |ટેક: |બળ, પ્રભુજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૬૭ - સુવાર્તા સુણાવીએ

૪૬૭ - સુવાર્તા સુણાવીએ
ટેક: બળ, પ્રભુજી, અમને આપો, જઈએ ઠામે ઠામે રે.
ચાલો, જઈએ સુવાર્તા કહીએ, શાને છાના રહીએ ?
સુવાર્તાનો શુભ સંદેશો, ઘર ઘર જઈને કહીએ રે . . બળ.
અંધારે બેઠેલા જગને, ખ્રિસ્ત-પ્રકાશરૂપ થઈએ,
તારણનો સંદેશો દેતાં, કષ્ટો હોંશે સહીએ રે . . બળ.
કંઈ બી પડશે પથ્થરોમાં કંઈ પડશે વાટની કોરે,
કંઈ જઈ પડશે કાંટાઓમાં, પણ ફળશે સારી ભોંયે રે . . બળ.
સુવાર્તા સુણાવવા કાજે, કંઈક મર્યાં નરનારી,
" અંત લગી છું સંગ તમારી", વચન પ્રભુ દે ભારી રે . . બળ.