465

Revision as of 02:43, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૬૫ - મિષ્ટ ભજનકાળ == {| |+૪૬૫ - મિષ્ટ ભજનકાળ |- | |૮ સ્વરો |- | |"Sweet hour of prayer !" |- | |Tune: ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૬૫ - મિષ્ટ ભજનકાળ

૪૬૫ - મિષ્ટ ભજનકાળ
૮ સ્વરો
"Sweet hour of prayer !"
Tune: Sweet Hour. L. M. D.
ડબ્લ્યુ. ડબ્લ્યુ. વાઁલ્ફર્ડ
અનુ. : બી. કેરસાસ્પજી
મિષ્ટ ભજનકાળ ! મિષ્ટ ભજનકાળ ! ભવચિન્તમાંથી નોતરે હાલ,
વળો પિતાના આસન પાસ; કરવા જાહેર અગત ને આશ.
શોક, સંકટ, શકમાં અહીં આવ્યો, ત્યારે મુજ જીવ આરામ પામ્યો;
છૂટયો તોડી ભૂંડાની જાળ, આવ્યાથી તું, મિષ્ટ ભજનકાળ !
મિષ્ટ ભજનકાળ ! મિષ્ટ ભજનકાળ ! મુજ અરજી લઈ તુજ પાંખ પર હાલ,
વિશ્વાસુ દેવને ચરણે ધર; સત જેનું ને પ્રીત છે તત્પર.
આતુર આત્માને આપવા સુખ, જે કહે "ધર ભાવ ને શોધ મુજ મુખ;"
નાખીશ તેના પર મુજ જંજાળ, જોઉં વાટ તારી, મિષ્ટ ભજનકાળ !
મિષ્ટ ભજનકાળ ! મિષ્ટ ભજનકાળ ! દિલાસો તારો મુજને આપ,
ને પિસ્ગાહ પરથી દીઠા બાદ મુજ દેશ ને ભૂપનું સ્થાન આબાદ;
જઈશ ઊડી ફેંકી આ દેહ, સદાનું જ્યાં મુજ ઈનામ રહે,
ગગનમાંથી જાતા અંતરાળ પ્રણામ કરીશ, મિષ્ટ ભજનકાળ !