157
૧૫૭ - મધુર નામ
કર્તા: | એન. જે. જયેશ. |
ટેક: | મધુર મધુર નામ (૨) પ્રભુ, પરમ મધુર નામ, તારું. |
૧ | દુ:ખ તણા પહાડ પડે, એમ રડે કંઈ ન વળે, |
લેતાં ઈસુ નામ ટળે, તુર્ત ત્રિવિધ તાપ. મધુર. | |
૨ | નામ ઈસુનું જો રટે, દુ:ખ, દર્દ, રોગ મટે, |
બીક બધા બોજ હઠે, લેને તો દિનરાત. મધુર. | |
૩ | ઉરમાં આનંદ થાયે, નામ પ્રભુનું રટાયે, |
સુખ અને શાંતિ થાયે, રાખ હ્રદય માટે. મધુર. | |
૪ | લાખ લાખ દૂત નિતે, નામ રટે એક ચિત્તે, |
મુખ જયે રાખ માટે, ભાઈ તું દિનરાત. મધુર. |
Phonetic English
Kartaa: | N. J. Jayesh. |
Tek: | Madhur madhur naam (2) prabhu, param madhur naam, taaru. |
1 | Dukh tanaa pahaad pade, aem rade kai na vade, |
Letaa Isu naam tade, turta trividh taap. Madhur. | |
2 | Naam Isu nu jo rate, dukh, dard, rog mate, |
Bik badhaa boj hathe, lene to dinaraat. Madhur. | |
3 | Uramaa aanand thaaye, naam prabhunu rataaye, |
Sukh ane shaanti thaaye, raakh hruday maate. Madhur. | |
4 | Laakh laakh dut nite, naam rate ek chitte, |
Mukh jaye raakh maate, lai tu dinraat. Madhur. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod