132

Revision as of 16:54, 14 September 2015 by LerrysonChristy (talk | contribs)

૧૩૨ - ધન્ય પ્રભાત

૧૩૨ - ધન્ય પ્રભાત
ચોપાઈ
કર્તા : એમ. ઝેડ. ઠાકોર.
આજ થયું ધન્ય પ્રભાત, શોક ને દુ:ખની વીતી રાત;
આનંદ, આનંદ, અપરંપાર! આકાશમાં ને જગ મોઝાર.
ઉત્થાન કેરું થતાં ભોર ડોલી ધરા, ઊઘડી ઘોર;
ધ્રૂજ્યા સર્વ ચોકીદાર ને થયો ત્યાં જય જયકાર!
કેમ કે વેઠી દુ:ખ ને માર જે ગયો મરણને દ્વાર;
તે, થતાં રવિ પ્રભાત ઊથયો મહા જયની સાથ.
પૂરો કીધો રણસંગ્રામ, તારણસાધક કીધું કામ;
પાપ, મરણને જીતી આજ ખ્રિસ્તે સજ્યો સ્વર્ગી સાજ.
વ્યોમે થયો મહા હર્ષ નીરખીને ગૌર્રવી દર્શ;
વાગ્યા રણશિંગોના નાદ સ્તોત્ર ગયાં કાઢી સાદ.
એમ જ ખૂલ્યાં મોતી-દ્વાર ભૂપને લેવા સ્વર્ગ મોઝાર;
યુદ્ધમાં જય પામેલો ખ્રિસ્ત પ્રવેશ્યો મહિમા સહિત.
પિતા ને પુત્રની સાથ, આજે સ્તવો સહુ સંઘાત;
શુદ્ધાત્માને આપી માન, થાક્યા વિના ગાઓ ગાન,

Phonetic English

132 - Dhanya Prabhaat
Chopaai
Kartaa : M. Z. Thaakor.
1 Aaj thayu dhanya prabhaat, shok ne dukhni viti raat;
Aanand, aanand, aparampaar! Aakaashamaa ne jag mozaar.
2 Utthyaan keru thataa bhor doli dharaa, uughadi ghor;
Dhrujyaa sarv cokidaar ne thayo tyaa jay jaykaar!
3 Kem ke vethi dukh ne maar je gayo maranane dwaar;
Te, thataa ravi prabhaat uuthayo mahaa jayni saath.
4 Puro kidho ranasangraam, taaransaadhak kidhu kaam;
Paap, maranane jeeti aaj khriste sajyo swargi saaj.
5 Vyome thayo mahaa harsh nirakhine gauravi darsh;
Vaagyaa ranashigonaa naad stotra gayaa kaadhi saad
Aem aj khulyaa moti-dwaar bhupane levaa swarg mozaar;
Yuddhamaa jay paamelo khrist praveshyo mahimaa sahit.
7 Pitaa ne putrani saath, aaje stavo sahu sanghaat;
Shuddhaatmaane aapi maan, thaakyaa vinaa gaao gaan,

Image

 


Media