460

Revision as of 01:28, 6 August 2013 by 117.198.166.174 (talk) (Created page with "== ૪૬૦ - ઈશ્વર તમારી સાથે રહેજો == {| |+૪૬૦ - ઈશ્વર તમારી સાથે રહેજો |- | |"God be wit...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૬૦ - ઈશ્વર તમારી સાથે રહેજો

૪૬૦ - ઈશ્વર તમારી સાથે રહેજો
"God be with you till we meet again"
Tune: Tomer. C. L. 518. S. S. 494
( 'સારંગ' ક્રમિશ્ર રાગથી પણ ગઈ શકાય.)
કર્તા: જેરેમાયા ઈ. રેન્કીન, ૧૮૨૮-૧૯૦૪
ઈશ્વર તમ સંગાથે રહેજો રે !
વાટ દેખાડી મજબૂત કરો, તેનાં ઘેટાં સાથ સંભાળો;
ઈશ્વર તમ સંગાથે રહેજો રે !
ટેક: ફરી મળીશું ! મળીશું ! ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! (૨)
ઈશ્વર તમ સંગાથે રહેજો રે !
તેની પાંખની તળે રાખો, તેનું અમૃત તમે ચાખો;
ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! ફરી મળીશું.
ઈશ્વર તમ સંગાથે રહેજો રે !
સંકટ ચોફેત ઘેરે જ્યારે, તમને સોડામાં ધરે ત્યારે;
ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! ફરી મળીશું.
ઈશ્વર તમ સંગાથે રહેજો રે !
તમ પર પ્રેમની ધજા ઊડે, બળ મરણ નદીનું તોડે;
ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! ફરી મળીશું.