454

Revision as of 00:41, 6 August 2013 by 117.198.162.21 (talk) (Created page with "== ૪૫૪ - દેવળની પ્રતિષ્ઠા કરતી વખતે ગાવાનું ગીત == {| |+૪૫૪ - દેવળની પ્રતિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૫૪ - દેવળની પ્રતિષ્ઠા કરતી વખતે ગાવાનું ગીત

૪૫૪ - દેવળની પ્રતિષ્ઠા કરતી વખતે ગાવાનું ગીત
૮, ૭, ૮, ૭, ૮, ૭ સ્વરો
"Christ is made the sure foundation"
(‘Angularis Fundamentum’)
Tune: R.C.H. 207
( આશરે ૭મી-૮મી સદીના લઁટિનમાંથી)
અંગ્રેજીમાં અનુ. : જોન મેસન નીલ, ૧૮૧૮-૬૬
અનુ. : જે. એસ. સ્ટીવન્સ
ખ્રિસ્ત મુખ્ય જે મથાળું તે પાયો સદાય છે;
તેથી તેનું મહિમાવાળું મંડળ એક થાય છે.
તે સિયોનનો કૃપાળુ ત્રાતા ને સહાય છે.
એ પવિત્ર શે'ર માંહ્ય તેની સ્તુતિ થાય છે;
તેના લોક ગીતો ત્યાંય અત્યાનંદે ગાય છે.
પૂરે હર્ષે ત્યાં સદાય દેવ ત્રિએક પુજાય છે.
ખ્રિસ્ત, મંદિર આ સ્વીકાર, આજ તને બોલાવીએ,
કાન પ્રેમે ધર જે વાર, પ્રાર્થન ચઢાવીએ;
ને તુજ આશીર્વાસ પ્રસાર જો સન્નિધ આવીએ.
તારા સેવકો આ ઠામે, તુજ આરાધના કરે,
ત્યારે સહુ માગેલું પાલે, ને તું સાથે આખરે
સ્વર્ગના પવિત્ર ધામે રાજ્ય સર્વદા કરે.
મહિમા, સ્તુતિ હો પિતાને, સર્વશક્તિમાન જે;
મહિમા, સ્તુતિ હો પુત્રને, દેવનો હલવાન જે;
મહિમા, સ્તુતિ શુદ્ધાત્માને : પ્રભુને વખાણજે.