453

Revision as of 00:35, 6 August 2013 by 117.198.162.21 (talk) (Created page with "== ૪૫૩ - શિલારોપણવિધિ == {| |+૪૫૩ - શિલારોપણવિધિ |- | |રાગ: ભીમપલાસ |- | |( આવ, હે દ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૫૩ - શિલારોપણવિધિ

૪૫૩ - શિલારોપણવિધિ
રાગ: ભીમપલાસ
( આવ, હે દાતા, સૌ આશિષના - એ રાગે પણ ગાઈ શકાય.)
અનુ. : જયાનંદ આઈ ચૌહાન
પ્રાર્થ સાથ મૂકેલ આ શિલા પર, બાંધ, હે ઈશ્વર, તુજ મંદિર;
શોભાયમાન ને મજબૂત આ ઘર, તુજ આશિષની થાય શિબિર.
મહિમાવાન જે તારું શુભ નામ, માને જુગ જુગમાં સૌ જન;
હોજો મહિમા એવો, આ ધામ, થાય જ્યાં આ શિલારોપણ.
ખેદિત કેરા ખેદ બધાય, પાપ-પીડિતના સંધા તાપ;
શાંતિ તન-મન કેરી સદાય, આ મંદિરે તેને આપ.
વચનો સતનાં વાવે આ ઠામ, દે ફૂલ-ફળ સૌને જીવન;
કરજે કૃપા એવી, આ ધામ, થાય જ્યાં આ શિલારોપણ.
દીન-હીન કેરા નાથ, પ્રભુજી, ખુલ્લાં કરજે તારાં દ્વાર;
જાણી નિજ ઘર, ગાશે સ્તુતિ, ભૂલ્યાં જે જે તારાં બાળ.
કારીગર જો કુશળ હાથે, ઘડશે જીવંત પથ્થર હ્યાં;
તુજ મંડળી રૂપ મંદિર માટે, ખ્રિસ્ત પાયાનો પથ્થર જ્યાં.