452

Revision as of 00:14, 6 August 2013 by 117.198.162.21 (talk) (Created page with "== ૪૫૨ - દીક્ષા == {| |+૪૫૨ - દીક્ષા |- | |પૌમાવતી છંદ |- | |કર્તા: એલિશારાજ |- | |ઈબ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૫૨ - દીક્ષા

૪૫૨ - દીક્ષા
પૌમાવતી છંદ
કર્તા: એલિશારાજ
ઈબ્રાહીમ શાસ્ત્રી
ટેક: દીક્ષિત કરજે, દેવ, તું પોતે, પાળક લાયક સર્વ પ્રકારે.
ગગનગમન કરતાં દીધું, પાળકનું શુભ દાન તે વારે,
બોધક ને પ્રબોધક આપ્યા કે સુબોધ કરીને સુધારે. દીક્ષિત.
મંડળનું સંસ્થાપન કરવા આપજે આત્મિક જ્ઞાન વધારે,
કે થાય મંડળા શુદ્ધ, પવિત્ર, અજવાળારૂપ આ સંસારે. દીક્ષિત.
સુકવણું છે બહુ બહુ ત્રાતા, વૃષ્ટિ કરો, નાથ, મુસળધારે,
ભીંજાય ભારત ભૂમિ અમારી, લાગે ફળો સુખદાયક ભારે. દીક્ષિત.
મળે મહિમા, માન ઈસુને, દીક્ષિતના શુભ વર્તનદ્વારે,
ફેલાય સુવાસ ગુલાબ પેરે કરો એવું, પ્રભુ દેવ, આ વારે. દીક્ષિત.