447

Revision as of 14:45, 5 August 2013 by 117.203.87.121 (talk) (Created page with "== ૪૪૭ - "મારી યાદગીરી માં આ કરો" == {| |+૪૪૭ - "મારી યાદગીરી માં આ કરો" |- | |૮, ૬ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૪૭ - "મારી યાદગીરી માં આ કરો"

૪૪૭ - "મારી યાદગીરી માં આ કરો"
૮, ૬ સ્વરો
કર્તા : જેમ્સ મંટગમરી, ૧૭૭૧-૧૮૫૪
અનુ. : એમ. ડબ્લ્યુ. બીટી
કૃપાળુ, તારા કહેવાથી, નમ્ર થઈને હું
મુજ માટ મરનાર પ્રભુ, તારી યાદીમાં આ કરું.
ભંગાયેલી મારે માટે જીવનની રોટલી તું;
જીવનનો રસ તેની સાથે પીતાં યાદ કરું હું.
અતિશે દુ:ખ વાડીમાં જે મારે માટે સહ્યું,
પરસેવો લોહીનો, અરે ! કદી હું કેમ ભૂલું !
કાલ્વરી કેરો ક્રૂસ જ્યારે આવે આંખ આગળે,
અર્પિત ત્રાતા મારે કાજે, યાદ આવે તે પળે.
તુજ દુ:ખથી તારી પ્રીતિની ખાતરી મને થઈ છે,
જીવનના છેલ્લા શ્વાસ સુધી યાદ મુજને તે રહે;
અને મોત આવે મારી પાસ, સ્મૃતિ પણ જતી રહે,
તો, પ્રભુ, તારા રાજમાં ખાસ યાદ કરજે તું મને.