445

Revision as of 14:40, 5 August 2013 by 117.203.87.121 (talk) (Created page with "== ૪૪૫ - જીવતો ઝરો == {| |+૪૪૫ - જીવતો ઝરો |- |૧ |એક ઝરામાં ભરેલું રક્ત, ખ્રિસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૪૫ - જીવતો ઝરો

૪૪૫ - જીવતો ઝરો
એક ઝરામાં ભરેલું રક્ત, ખ્રિસ્ત-કૂખથી વહ્યું છે;
જે પાપી તેમાં નાહે છે, તે શુદ્ધ બને છે.
મરતો ચોર એને જોઈને ત્રાતાનો દોસ્ત થયો,
ને એમાં હું પણ નાહીને સૌ પાપથી શુદ્ધ થયો.
હે પ્રિય ત્રાતા, તારું રક્ત ન ખોશે શક્તિને,
જ્યાં સુધી બધા ખરા ભક્ત પ્રાપ્ત કરે મુક્તિને.
વિશ્વાસે જોઉં છું તે ધાર, જે તારા દિલથી વહી;
એ માટે તારી પ્રીત અપાર મને આનંદક રહી.
જ્યારે આ બોબડી જબાન કબરમાં છાની થાય,
ત્યારે આકાશમાં કરીશ ગાન ને નમીશ તારે પાય.