439

Revision as of 13:54, 5 August 2013 by 117.203.87.121 (talk) (Created page with "== ૪૩૯ - લગ્ન પછી મંદિરમાં ગાવાનું == {| |+૪૩૯ - લગ્ન પછી મંદિરમાં ગાવાનું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૩૯ - લગ્ન પછી મંદિરમાં ગાવાનું

૪૩૯ - લગ્ન પછી મંદિરમાં ગાવાનું
થયો આજ આ ઉરમાં હર્ષ ભારી, નિહાળી સભા આ ભલી સુખકારી;
રૂડી જોડ આ જોડતાં જોઈ આજે, દીસે એકબીજા તણાં સુખ કાજે.
અતિ ઓપતાં આ દીસે છે સજોડે, નહિ કાળ કે ક્રોધ આ જોડ તોડે;
સદા સ્નેહથી એ વસે નિજ ધામે, વળે છે ખરા સંપથી શુભ કામે.
રૂડી જોડ જોડી થયાં ખુશકારી, પ્રભુ, જોડજો એહ જાતે પઘારી;
સદા સુખિયારી બને એહ જોડી, અમો માગીએ સર્વ એ હાથ જોડી.