227
૨૨૭ - પવિત્ર શાસ્ત્ર
૧ | પાસ્ત્ર પવિત્ર છે શુભ ખાણ, તેમાં છે અમોલ પાષાણ; |
તેનું તું સંશોધન કર, જીવનમુગટ માથે ધર. | |
૨ | શાસ્ત્ર પવિત્ર છે જીવનવૃખ, ભાગે છે તે આત્મિક ભૂખ; |
આત્મિક માન્નાનો ભંડાર, ઉત્તમ વાનાંનો દેનાર. | |
૩ | શાસ્ત્ર પવિત્ર છે જીવન-નદ, તેમાં વ્હે છે જીવનજળ; |
તે પીને તું તૃષા છિપાવ, જીવનને રસદાર બનાવ. | |
૪ | શાસ્ત્ર પવિત્ર તું ભાવે શીખ, રાખ સદા ઈશ્વરની બીક; |
તે થાશે તુજ જીવન-દીપ, અંતે લેશે પ્રભુ સમીપ. |