|
હરિગીત છંદ
|
|
(ગીતશાસ્ત્ર ૧૧૯-૧૦૫)
|
કર્તા:
|
સુરેન્દ્ર આસ્થાવાદી
|
૧
|
વચનો પ્રભુનાં શાસ્ત્રમાં જે જે લખેલાં છે બધાં;
|
|
પૂરાં થયાં છે ને થવાનાં, ના થશે મિથ્યા કદા.
|
|
આશાભર્યા દિલના ઉમળકા એ જ વચનોથી ફળે;
|
|
બેચેન દિલડાંની બીમારી એ જ વચનોથી ટલે.
|
૨
|
અંધારપંથે દીવડી એ જ્યોતથી ઝગમગ થતી;
|
|
કાળાશ કે તિમિરનું ત્યાં અલ્પબિંદુયે નથી;
|
|
મુજ ચરણ કાજે સર્વદા ઝગતાં રહી જ્યોતિ ધરે;
|
|
શુભ વચન દૈવી સર્વથા જલતાં રહી ચોકી કરે.
|
૩
|
જે જે સ્થળે છે એ વચન ત્યાં ત્યાં કનિષ્ઠો ના રહે;
|
|
જે જે હ્રદયમાં એ વચન ત્યાં ત્યાં અનિષ્ટો ના રહે.
|
|
જીવન તણું સુકાન એ આગાહે દે ભય સ્થાનની,
|
|
સ્વર્ગી કનાને દોરીને શાંતિ આપે પ્રભુ-ધામની.
|