358
Gujarati
૧ | રે જેના મેળાપથી મુજ દિલ છે હર્ષિત, ને શોકમાં યાદ આવે જેનું નામ; |
પ્રભાતે દિલાસો, સાંજે મારું ગીત, તે મુજ આશા, વિશ્રામ ને તમામ. | |
૨ | રે કહેજે, પ્રિય ભરવાડ, ક્યાં ઘેટાંની સુંગ, તું દર્શાવ છે તારો પ્રેમ? |
કે મિષ્ટ પ્રીતિભોજન ને પામું ઉમંગ; મોતના ખાડામાં કષ્ટ પામું કેમ? | |
૩ | રે તુજથી દૂર રહીને કેમ ભોગવું હું ત્રાસ, ને ભૂખનો સંભળાવું પોકાર? |
મુજ આંસુ જોઈ શત્રુ હર્ખાય ચોપાસ, અને મારે ક્રૂર મે'ણાંનો માર. | |
૪. | રે સિયોનની પુત્રી, તું કહે મને કહે, શું જોયું ઇસ્રાએલનું અજવાળ? |
તુજ તુંબુની માંય પ્રભુ રહ્યો ક્યારે? ને ટોળું દોરી ક્યાં ગયો હાલ? | |
૫. | તે દષિત કરે તો આકાશવાશી જણ, હજારો જૂથ પામે આનંદ; |
તેના શબ્દની રાહ જુએ દૂતો અગાણ, અને સ્વરથી થાય સૃષ્ટિ પ્રસન્ન. | |
૬. | પ્રિય ભરવાડ, બોલાવ તો હું તરત આવું!, મુજ યાદ છે તુજ વાણી મધુર! |
મારો સ્વીકાર કર, મારો રખેવાળ તું, સદાકાળ સ્તવિશ તારી હજૂર! |
Phonetic English
1 | Re jena medapthi muj dil che harsheet, ne sokhma yaad aave jenu naam; |
Prabhate dilaso, saaje maru geet, te muj aasha, vishram ne tamam. | |
2 | Re kehje, priya bharvad, kya ghetanu sung, tu darshav che taru prem? |
Ke misht pritibhojan ne pamu umang; motnu khadama kasht pamu kem? | |
3 | Re tujthi door rahine kem bhogvu hu traas, ne bhukhno sumbhdavu pokar? |
Muj aasu jo-e shatru harkhay chopas, ane mare krura me'naadno maar. | |
4 | Re siyonni putri tu kay mane kay, shu joyu israelnu ajvaad? |
Tuj tambuni maay prabhu rahyo kyaare? ne tohnu doori kya gaayo haal? | |
5 | Te Dusheet kare toh aakashvasi juhn, hajaro jooth paame anand; |
Tena subhdoni raah juvo dooto aagad, ane svarthi thaay shrusti prasann. | |
6 | Priya bharvaad, bolab to hu tarat aavu!, muj yaad che tuj vahni madhur! |
Maro svikar kar, maro rakhevahd tu, sadakahd stavis tari hajur! |
Media
Media - Hymn Tune : Beloved ( Davis )