225

Revision as of 12:45, 5 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૨૫ - સર્વોત્તમ ગ્રંથ== {| |+૨૨૫ - સર્વોત્તમ ગ્રંથ |- | |ચોપાઈ |- |કર્તા: |એમ. ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૨૫ - સર્વોત્તમ ગ્રંથ

૨૨૫ - સર્વોત્તમ ગ્રંથ
ચોપાઈ
કર્તા: એમ. ઝેડ. ઠાકોર
છે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ, વાચન કાજે પ્રિય અત્યંત;
જો નિત્ય ભાવ થકી વંચાય, તો સર્વ કાર્યો સાર્થક થાય.
રત્ન જેવાં બહુ કિંમતવાન સઘળાં તેનાં વચનો જાણ;
નિત્ય ચહીને તું ધર હાથ, જીવન સુખદ થાશે ભ્રાત.
મારગ કાજ મશાલ સમાન પાય ચલાવાા દીપક જાણ;
તિમિરમાંય બતાવી નૂર, જોખમ ને ભય રાખે દૂર.
આરસીમાં જોતાંની સાથ સામું બિંબ પડે સાક્ષાત;
એમ જ શાસ્ત્ર અરીસામાંય આખું જીવન ચિત્ર જણાય.
છે સતશાસ્ત્ર સદા અણમોલ, ગ્રંથ નથી કો તેને તોલ;
કારણ, એ શુભ ગ્રંથ જ માંય, ઉત્તમ તારણ માર્ગ જણાય.
છે સતશાસ્ત્ર અમોલખ ગ્રંથ, તે દર્શાવે જીવન અનંત;
જો તે જીવન લેવા ચહાય, તો શુભ રીતે વાંચ સદાય.