2

Revision as of 02:13, 15 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "== ૨ - ધન્ય ત્રૈક ઈશ્વર == {| |+૨ - ધન્ય ત્રૈક ઈશ્વર |"Holy, Holy, Holy, |- | |Lord God Almighty" |- | |Tune: Nicae...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨ - ધન્ય ત્રૈક ઈશ્વર

૨ - ધન્ય ત્રૈક ઈશ્વર
"Holy, Holy, Holy,
Lord God Almighty"
Tune: Nicaea
૧૧,૧૨,૧૨,૧૦ સ્વરો
કર્તા : બશપ રેજિનોલ્ડ
હીબર, ૧૭૮૩-૧૮૨૬
અનુ: રોબર્ટ વાર્ડ
હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
મળસકું થતાંમાં જ, તુજને છે સલામી.
હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.
હે ઈશ્વર, પવિત્ર ! સંત સેવા કરે,
ચળકતા સાગર આસપાસ સુવર્ણ તાજ ધરે;
કરૂબીમ, સરાફીમ પાય લાગી ગાય ગા,
તું જ હતો, છે, ને સદા રહેવાનો.
હે ઈશ્વર, પવિત્ર! વ્યોમે વસ્તી તારી,
પાપી આંખ ન દેખે તુજ મહિમા જે ભારી;
એકલો તું જ પવિત્ર, નથી કોઈ તુજ સમાન,
શક્તિમાન, પૂર્ણ, પ્રેમાળ, ને શુદ્ધ નામ.
હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
ગાય સૌ સ્રુષ્ટિ તુજ નામ જળ, સ્થળ, ને સ્વરધામી;
હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.