203

Revision as of 00:44, 4 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૦૩ - તારનાર== {| |+૨૦૩ - તારનાર |- |કર્તા: |સી. એમ. જસ્ટીન |- | |ટેક "ભવસાગરમાં" ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૦૩ - તારનાર

૨૦૩ - તારનાર
કર્તા: સી. એમ. જસ્ટીન
ટેક "ભવસાગરમાં" મળિયો મારો તારણહાર,
ડૂબતો દેખી ધસિયો, મારો તારણહાર.
ભવસાગર માંહે જ તણાતો,
તીક્ષ્ણ ખડકોમાં અથડાતો,
વિધવિધ ધાથી ખૂબ ધવાતો;
પકડયો મારો હાથ, મારો તારણહાર. ભવસાગરમાં.
જગરૂપી મહાસાગર માંહે,
પાપ, પરીક્ષણ છે બહુ જ્યાંએ,
લપટાયેલો હું પણ ત્યાંએ;
ઊંચકી લીધો મુજને, મારો તારણહાર. ભવસાગરમાં.
દુ:ખિતા પાપીને સુખ દઈને,
પાપ, મરણ સહુ માથે લઈને,
યજ્ઞ કર્યો થંભ ઉપર જઈને;
એ તો તારક ઈસુ મારો તારણહાર. ભવસાગરમાં.