199

Revision as of 00:37, 4 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૯૯ - ઈસુનું મધુર નામ== {| |+૧૯૯ - ઈસુનું મધુર નામ |- | |૮, ૬ સ્વરો |- | |"How sweet the name o...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૯૯ - ઈસુનું મધુર નામ

૧૯૯ - ઈસુનું મધુર નામ
૮, ૬ સ્વરો
"How sweet the name of Jesus sounds"
Tune: St. Peter or Ortonville. C.M.
કર્તા: જોન ન્યૂટન,
૧૭૨૫-૧૮૦૭
અનુ. : હરખાજી કેશવજીભાઈ
કેવું મધુર ઈસુનું નામ લાગે વિશ્વસીને,
ભય હરે, ઘા રૂઝવે તમામ, ને સર્વ શોક હણે.
દિલભંગિતો દે વિરામ, ક્લેશીને કરે શાંત,
ભૂક્યાને માન્નાસમ એ નામ, થાકેલો વિશ્રાંત.
એ નામ છે મારો ગઢ આધાર, મુજ ઢાલ ને આશ્રયસ્થાન,
અખૂટ દ્રવ્યનો છે ભંડાર, કૃોાા પૂર, મૂલ્યવાન.
મુજ પ્રાર્થ તેનાથી સ્વીકારય, ટળે છે પાપ વટાળ;
શેતાન બને છે નિરુપાળ, હું ઠરું દેવનું બાળ.
ચે ઈસુ, મુજ રાજા, યાજક, પ્રબોધક, દોસ્ત, તારનાર,
જીવન, ઓરભુ, રસ્તો, પાળક, મારી સ્તુતિ સ્વીકાર.
અતિ કમજોર મારા પ્રયાસ, મુજ વિચાર મંદ ખચીત;
જો થાઓ તુજ ભાન મને ખાસ, તો સ્તવું ખરી રીત.
જ્યાં સુધી જીવું જગત માંય, તુજ પ્રીતનાં ગાઉં ગાન;
ને મારું મરણ જ્યારે થાય, તાજગી પામે મુજ પ્રાણ.