433

Revision as of 23:53, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૩૩ - લગ્નવિધિ પ્રસંગ માટે == {| |+૪૩૩ - લગ્નવિધિ પ્રસંગ માટે |- | |રાગ : ભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૩૩ - લગ્નવિધિ પ્રસંગ માટે

૪૩૩ - લગ્નવિધિ પ્રસંગ માટે
રાગ : ભીમપલાસ. ત્રિતાલ (ભજનસંગ્રહ ૨૧૯ પ્રમાણે)
કર્તા : એમ. વી. મેકવાન
શુભ લગ્ન તણો દિન આજ અહા !
પ્રભુ, દે તુજ આશિષ દાન મહા.
પ્રભુ ! દિવ્ય મીઠી તુજ સંગત દે,
અમ અંતરમાં બહુ હર્ષ વધે.
અહીં આજ થશે શુભ લગ્નવિધિ,
તુજ પ્રેમ થકી ભર, પ્રેમનિધિ.
પ્રભુ, દંપતી આ શુભ લગ્ન થકી,
બનશે હવે એક જ અંગ નકી.
તુજ આશિષ દે, દઢ ઐક્ય રહે,
નિત જીવનમાં બહુ પ્રેમ વહે.
પ્રભુ ! તેં જ્યમ પ્રેમ અમાપ કીધો,
નિજ મંડળી કારણ પ્રાણ દીધો !
ત્યમ દંપતી આ આદર્શ લહી,
રહે જીવનભર શુદ્ધ પ્રેમ મહીં.