426
૪૨૬ - પ્રભુ સર્વ સફળતાનું મૂળ
૧ | જો ઈશ્વર ઘર ના બાંધે તો મિથ્યા શ્રમ લે ઘર કરનાર; |
જો પ્રભુ પુરને રક્ષે નહિ તો વ્યર્થ જ જાગે ચોકીદાર. | |
૨ | વે'લું ઊઠવું, મોડું સૂવું, દુ:ખે ખાવું એ સૌ વ્યર્થ, |
કાં કે પ્રભુ નિજ વા'લાંઓ જો ઊંઘે તોપણ સારે અર્થ. | |
૩ | જુઓ, પ્રભુએ આપ્યું કેવું બાળકરૂપી ધન મૂલવાન ! |
નિશ્વે બાળો માબાપોનાં તેનું મોટું છે પ્રતિદાન. | |
૪ | યુવાસ્થાના સૌ પુત્રો, બાણાવળીના બાણ સમાન; |
જેનો ભાથો તેથી ભરેલો ધન્ય ખરે તે જન બળવાન. |