417

Revision as of 22:53, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૧૭ - સ્વર્ગની આશા == {| |+૪૧૭ - સ્વર્ગની આશા |- | |એકાદશી |- | |"Joyfully, joyfully, onward we move" |...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૧૭ - સ્વર્ગની આશા

૪૧૭ - સ્વર્ગની આશા
એકાદશી
"Joyfully, joyfully, onward we move"
કર્તા: જે. વી. એસ. ટેલર
સર્વ આવો, પ્રભુ ખ્રિસ્તના સંત, હર્ષથી કાપીએ સ્વર્ગનો પંથ;
ખ્રિસ્ત ઈસુ તણો સુણીએ સાદ, પૂર્ણ ઉદ્ધારની રાખીએ યાદ.
કે પળે વાગશે મોતનું બાણ, એ તણું તો નથી કોઈને જ્ઞાન;
ખ્રિસ્ત ઈસુ કને જે ગયા લોક, મોતથી તમને ના કદી શોક.
ખ્રિસ્ત ઈસુ વિના મોત ભેકાર, તે વિના ન મળે સાચ આધાર;
ખ્રિસ્તનો શુદ્ધ જો થાય વિશ્વાસ, તો મળે ભક્તને સ્વર્ગનો વાસ.
હર્ષથી તે ભણી ચાલીએ, ભ્રાત, પંથ તો કાપીએ સંતની સાથ;
હર્ષ, આનંદ ને પૂર્ણ ઉલ્લાસ, પામતાં પેસીએ સંતને વાસ.
સર્વને જોઈશું હર્ષમાં ત્યાંય, પાપ, સંદેહ પીડા નથી જ્યાંય;
ત્યાં જઈ પહોંચતાં સ્વર્ગ મોઝાર, તેજ આભાસમાં સર્વ જોનાર.
વસ્ત્ર ત્યાં પહેરીએ જે વિના ડાઘ, ગાયને ગાઈએ સ્વર્ગના રાગ;
સંગમાં ચાલીએ દૂતની સાથ, પૂરમાં રહીએ જ્યાં નથી રાત.
હે યહોવા, ખરું ત્રાણ દેનાર, તું બધા સંતનો શુદ્ધ આધાર;
તું થકી રાખીએ ભૂતળે આશ, તું થકી પામીએ સ્વર્ગમાં વાસ.