415

Revision as of 22:21, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૧૫ - સોનેરી શહેર == {| |+૪૧૫ - સોનેરી શહેર |- | |૭, ૬ સ્વરો |- | |"Jerusalem the golden" |- | |Tune: Ewi...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૧૫ - સોનેરી શહેર

૪૧૫ - સોનેરી શહેર
૭, ૬ સ્વરો
"Jerusalem the golden"
Tune: Ewing
કર્તા: બર્નાર્ડ આઁવ્ કલુની; આશરે ૧૧૪૫
અનુ. : રોબર્ટ વાઁર્ડ
યરૂશાલેમ સોનેરી ! સદા આશીર્વાદિત !
તારું મનન કરવાથી થાય મારું મન ચકિત,
ને હું નહિ જાણી શકું શો હરખ છે મુજ કાજ,
ને કેવી તેજવંત સ્થિતિ, ને જીવન રૂપી તાજ !
સિયોનનો સુંદર દરબાત ગીતોથી ગાજે છે;
દૂત અને સંત સમૂહથી એ કેવો શોભે છે !
રાજપુત્ર તેમની સંગ છે, પ્રકાશ છે શોભાયમાન,
ને ભક્તો કેરાં આંગણાં, છે ઘણાં મહિમાવાન.
ત્યાં દાઊદનું રાજ્યસન ત્યાં ચિંતામુક્ત સૌ જાત,
ત્યાં જય જયના પોકારો ને મિજબાનીનાં ગાન !
ને સેનાપતિ સાથે જંગમાં જે પામ્યા જીત,
ઊજળાં નિષ્કલંક વસ્ત્રો તેઓ પહેરે છે નિત.
રે મીઠો, દિવ્ય રહેવાસ ! પસંદિતોનું સ્થાન !
વિશ્રામ ને હર્ષનું ધામ છે, અમારું દિલોજાન !
હે ઈસુ, રહેમ કરીને ત્યાં તેડી લે અમને;
બાપ ને આત્માની સાથે, વખાણીએ તને !