૪૦૭ - હું મુસાફર અને પરદેશી છું

૪૦૭ - હું મુસાફર અને પરદેશી છું
૯, ૧૧, ૧૦, ૧૦ સ્વરો
હું મુસાફર તથા પરદેશી,
થોડી વાર હ્યાં, થોડી વાર હ્યાં, રે'વાસી;
મને ન રોકો, હું જાઉં, ખચીત,
જીવનની નદી જ્યાં વહે છે નિત.
ટેક: હું મુસાફર તથા પરદેશી,
થોડી વાર હ્યાં, થોડી વાર હ્યાં, રે'વાસી.
ઉત્તમ લોકમાં પ્રકાશ છે સદા,
ત્યાં મજ આશ છે, ત્યાં મજ આશ છે સર્વદા;
આ ફાની જગત છે દુ:ખથી ભરેલ,
હું ઘણી વારે છું દિલગીર થાકેલ.
જ્યાં જાઉં છું, તે સુંદર રે'વાસ,
મારો ત્રાતા, મારો ત્રાતા છે પ્રકાશ;
ત્યાં દુ:ખ તો નથી, યા શોકનું સ્મરણ;
ત્યાં નથી આંસુ, યા રોગ, યા મરણ.
સુંદર નગર ! જ્યારે પહોંચીશ;
ત્યાં પરદેશી યા મુસાફર નૈ થઈશ,
થાઈશ રે'વાસી તથા સ્વદેશી,
ત્યાં સદા સુખ, પ્રીત, ને શાં આકાશી.