394

Revision as of 20:33, 3 August 2013 by 117.207.5.46 (talk) (Created page with "== ૩૯૪ - સંતોનો શૃઁગાર == {| |+૩૯૪ - સંતોનો શૃઁગાર |- |૧ |પ્રીતે પ્રભુને સેવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૯૪ - સંતોનો શૃઁગાર

૩૯૪ - સંતોનો શૃઁગાર
પ્રીતે પ્રભુને સેવવો, સંતોને શોભતું એ છે;
અને વળી રાખવો તે પર પ્યાર, સંતોને શોભતું એ છે.
વહાણું વાતાં નિત ઊઠવું, સંતોને શોભતું એ છે;
અને વળી ધરવું ઈશ્વર ધ્યાન, સંતોને શોભતું એ છે.
નીતિથી કામ કરવું ઈશ્વરમાન, સંતોને શોભતું એ છે;
અને વળી કરવું ઈશ્વરમાન, સંતોને શોભતું એ છે.
પોતાને પવિત્ર રાખવા, સંતોને શોભતું એ છે;
અને વળી ભૂંડાનો કરવો ધિક્કાર, સંતોને શોભતું એ છે.
ચાહવું ભલું સહુ લોકનું, સંતોને શોભતું એ છે;
અને વળી સુખદુ:ખે લેવો ભાગ, સંતોને શોભતું એ છે.
મીઠા બોલો નિત ભાખવા, સંતોને શોભતું એ છે;
અને વળી ગાળોના કરવો ત્યાગ, સંતોને શોભતું એ છે.
આંખો નિર્મળ રાખવી, સંતોને શોભતું એ છે;
અને વળી ભૂંડામાં લેવો ન ભાગ, સંતોને શોભતું એ છે.
પરનિંદામાં ન રાચવું, સંતોને શોભતું એ છે;
અને વળી લોભને દેવો ન માગ, સંતોને શોભતું એ છે.
બીજાની વસ્તુ ના ચોરવી, સંતોને શોભતું એ છે;
અને વળી રહેવું સંતોષી સદાય, સંતોને શોભતું એ છે.
૧૦ દુરજનનો સંગ ત્યાગવો, સંતોને શોભતું એ છે;
અને વળી સતસંગે રે'વું સદાય, સંતોને શોભતું એ છે.
૧૧ ઝઘડાથી બાર ગાઉ નાસવું, સંતોને શોભતું એ છે;
અને વળી રહેવું ક્ષમાવાન, સંતોને શોભતું એ છે.