466

Revision as of 21:50, 16 December 2014 by ElanceUser (talk | contribs)

૪૬૬ - તારણહારનો જન્મ

૪૬૬ - તારણહારનો જન્મ
ગૌરવી રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો,
વિજયી રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો,
દૂતો નિહાળી ચમક્યા અહીરો, બીહો મા જનમ્યો ત્રાતા અમારો,
આકાશી રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો.
સિતારો નીરખી પૂર્વ દિશામાં, સિધાવે માગી ભજે મસીહા,
બાળ એ રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો,
પરમ ઊંચામાં પ્રભુને મહિમા શાંતિ થાઓ આજે આલમમાં,
ધન્ય એ રાજા, ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો.
આશા અમારી, અંતર આવો, તિમિર હટાવી જ્યોતિ જલાવો,
જીવનદાતા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો.


Phonetic English

466 - Taaranahaarano Janm
1 Gauravi raaja Isu amaaro, janamyo jagamaan taaranahaaro,
Vijayi raaja Isu amaaro, janamyo jagamaan taaranahaaro,
2 Dooto nihaali chamakya aheero, beeho ma janamyo traata amaaro,
Aakaashi raaja Isu amaaro, janamyo jagamaan taaranahaaro.
3 Sitaaro neerakhi poorv dishaamaan, sidhaave maagi bhaje Maseeha,
Baal e raaja Isu amaaro, janamyo jagamaan taaranahaaro,
4 Param oonchaamaan Prabhune mahima shaanti thaao aaje aalamamaan,
Dhanya e raaja, Isu amaaro, janamyo jagamaan taaranahaaro.
5 Aasha amaari, antar aavo, timir hataavi jyoti jalaavo,
Jeevanadaata Isu amaaro, janamyo jagamaan taaranahaaro.

Image