393

Revision as of 20:30, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૯૩ - ઔકય વિષે == {| |+૩૯૩ - ઔકય વિષે |- |૧ |એકપણાનું બંધન રૂડું, એ તો ટકશે સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૯૩ - ઔકય વિષે

૩૯૩ - ઔકય વિષે
એકપણાનું બંધન રૂડું, એ તો ટકશે સાચું;
બીક વિના રે કામ ચલાવે, કંઈ નહિ રાખે કાચું.
એકપણું તો સૌમાં શોભે, સૌથી ઉત્તમ લાગે;
એ આભૂષ્ણ જેને ઉરે તેનાં દુ:ખડાં ભાગે.
અંગ તણા તમ અવયવ ભાળો, એકપણાએ ચાલે;
તનને સુખ દેવાને કાજે કેવો આશ્રો આલે !
એકપણામાં મત જો પેઠો, વેરી ફાવી જાશે,
ભાઈપણામાં વેર કરાવી, અંતે ખુશી થાશે.
રે, હે જગના ત્રાતા ઈસુ, ઐક્ય જ અમને દેજે;
એકપણામાં રહીએ માટે, અમ મધ્યે તું રહેજે.