390

Revision as of 20:11, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૯૦ - પ્રાર્થના કરવી == {| |+૩૯૦ - પ્રાર્થના કરવી |- |૧ |કરો પ્રાર્થના, સં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૯૦ - પ્રાર્થના કરવી

૩૯૦ - પ્રાર્થના કરવી
કરો પ્રાર્થના, સંત સૌ, એક ચિત્તે, કરો સેવ ઈસુ તણી શુદ્ધ રીતે;
કરો પ્રાર્થના, થાક તેમાં ન જાણો, કરી સેવ સંદે' કદી કો ન આણો.
પ્રભુ તો સુણે પ્રાર્થના સૌ તમારી, વિવેકી વિષે તે કરે પ્રીત ભારી;
મળે માગતાં દેવથી દાન સારું, અમે માગીએ, દેવ, દે જ્ઞાન તારું.
તમો પાસ તો માગવા દાસ આવ્યા, અમોને તમોએ દયાથી ચાહ્યા,
અમોને ઈસુએ દીધો છે દિલાસો, અમે તો થયા ખ્રિસ્તના પૂર્ણ દાસો.
અમોને હવે કોણની બીક લાગે ? બધાં દુષ્ટનાં બાણતો ખ્રિસ્ત ભાંગે;
અમે સર્વદા ખ્રિસ્તના વહાલા થૈશું, ઈસુને પ્રતાપે ખરું સૌખ્ય લૈશું.