૧
|
માનવનો મુખ્યાર્થ કહું, સહુ ચિત્ત ધરોને;
|
|
દેવ તણો મહિમા કરવો, સુવિચાર કરોને.
|
|
માલિક જીવ, શરીર તણો પરમેશ્વર જાણો;
|
|
અંતિદિને ઈનસાફ કરી પૂછશે સહુ માનો.
|
|
૨
|
બાઈબલ હાથ દીધું તમને શીખવા સત વાતો,
|
|
તો ઉપયોગ કરો જલદી ધરજો ચિત્ત ત્યાં તો.
|
|
ઈશ્વરની મરજી તમને સતલેખ બતાવે,
|
|
એ સત્તલેખ દઈ તમને પ્રભુ કામ કરાવે.
|
|
૩
|
આ અવતાર દીધો તમને કરવા શુભ કામો,
|
|
ને બહુ દાન દીધાં તમને સુખ જે તમ પામો.
|
|
તો શીદ આળસ અંગ ધરી દિન વ્યર્થ ગુમાવો ?
|
|
ઈશ્વર નામ તણો મહિમા હમણાં જ કરાવો.
|
|
૪
|
ઈશ્વરની સત વાત થકી ગુણ જે તમ પામ્યાં,
|
|
એ ગુણ લોક લહે સઘળા ગુન જે નહિ કહે છે :
|
|
બાળક, વૃદ્ધ, જુવાર, બધાં, તમને પ્રભુ કહે છે :
|
|
શાસ્ત્રતણાં હથિયાર સજો, પ્રભુ એમ કહે છે.
|
|
૫
|
જે શુભ દાન મળ્યું તમને, રજ ગોપ વિના તે,
|
|
વાપરજો, પ્રભુ ખ્રિસ્ત કહે, રજ ગોપ વિના તે.
|
|
સેવક ઈસુ ખ્રિસ્ત તણા તમને પ્રભુ કહે છે :
|
|
ઈશ્વરનો મહિમા કરવો બહુ ઉત્તમ એ છે.
|