380

Revision as of 19:43, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૮૦ - પસંદગીની પળ == {| |+૩૮૦ - પસંદગીની પળ |- |૧ |પસંદગીની પળ એક આવે, દરેક ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૮૦ - પસંદગીની પળ

૩૮૦ - પસંદગીની પળ
પસંદગીની પળ એક આવે, દરેક જન કે પ્રજા માટ,
સત કેરા જૂઠ સાથના જંગે, ઊભવા શુભ, અશુભ પક્ષ સાથ;
કોઈ મહાન ધ્યેય, દેવના દૂત સમ, દઈ જનને વિનાશ યા વેગ,
ને તક જાય વહી, સૌ કાળને માટ, સાહવા તે તિમિત યા તેજ.
સત દે સુખ-સંપત તે પૂર્વ, સગર સત થાય કીતિવંત,
ઊભવું સતને પંથ તે ઉત્તમ, સતનો હો જ્યાં કંતક પંથ;
શૂરો જન ત્યાં સતને વરસ્ચે, કાયર જન તો ઊભો દૂર,
જ્યાં લગ જનગણ ગ્રહશે સતને, રુંધેલ જેંમણે સતનો સૂર.
જલતા શહીદ કેરા તેજમાં ખ્રિસ્તના રક્ત-પગલે ચાલીએ
પૂંઠ નહિ ધરતાં થંભને ઊંચકી, નવ-કાલવરી નિત ચઢીએ;
નવ-સંજોગે નવી ફરજ, ભૂતકાળના જ્યાં ભુલાય ભાવ,
સતના શૂરા, સતના જંગમાં, કમર કસી આગળ ધાવ.
જૂઠનાં જૂથો છોને જીતે, સત તો એકલું જ છે બળવાન,
સતને ભાગે છોને શૂળી ! જૂઠને છો ગાદીનું સ્થાન !
તોય એ શૂળી પલટે ભાવિ, ને ધૂંધળા અગમની પાર,
ઓથે રહીને ઈશ્વર હરનિશ, નિજ લોકની રાખે સંભાળ.