378

Revision as of 19:40, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૭૮ - શેતાન સામે યુદ્ધમાં ચાલો == {| |+૩૭૮ - શેતાન સામે યુદ્ધમાં ચાલો |- |...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૭૮ - શેતાન સામે યુદ્ધમાં ચાલો

૩૭૮ - શેતાન સામે યુદ્ધમાં ચાલો
ચાલો, ખ્રિસ્તના સૈનિકો યુદ્ધમાં આજે જઈએ,
શેતાન સામે યુદ્ધ કરી, જગને જીતી લઈએ.
જુઓ, લોકો પાપના બંધને બંધાયા,
બંધન તોડી નાખીશું, જય જય હાલેલૂયા.
સુણો ખ્રિસ્તાચારીઓ, ઈસુનું ફરમાન આ,
સર્વ દેશમાં જઈને, પ્રસારો સુવાર્તા,
યુદ્ધ ભારે છે ખચીત લો હથિયાતો દેવનાં,
ઈસુ આપણો આગેવાન, જય જય હાલેલૂયા.
બાંધો સૈનિકો શૂરા, સત્યતાથી કમર,
પહેરીને ઊભા રહો, ન્યાયીપણાનું બખ્તર,
શાંતિરૂપ સ્વાર્તાની, તૈયારીરૂપ જોડાં,
પહેરીને આગળ વધો, જય જય હાલેલૂયા.