૧
|
સુખ જગનું વીતી જાઓ, ખ્રિસ્ત છે મારો !
|
|
પ્રેમબંધન તૂટી જાઓ, ખ્રિસ્ત છે મારો !
|
|
અંધારું છે આ રાન, જગમાં નથી વિશ્રામ;
|
|
ખ્રિસ્ત આપે છે આરામ; ખ્રિસ્ત છે મારો !
|
|
૨
|
મને ના લલચાવો; ખ્રિસ્ત છે મારો !
|
|
ખ્રિસ્તમાં હું સદા રહું, ખ્રિસ્ત છે મારો !
|
|
જગનું સૌ છે ક્ષણિક, ટકનાર છે લગારેક;
|
|
તે જાય મનમાંથી છેક ! ખ્રિસ્ત છે મારો !
|
|
૩
|
જાઓ રાતનાં સ્વપ્ર, ખ્રિસ્ત છે મારો !
|
|
મળ્યું છે સત રત્ન, ખ્રિસ્ત છે મારો !
|
|
જગને મેં અજમાવ્યું, તોય મન અશાંત રહ્યું;
|
|
ઈસુએ તૃપ્ત કીધું, ખ્રિસ્ત છે મારો !
|
|
૪
|
મોતને કરું વિદાય, ખ્રિસ્ત છે મારો !
|
|
હોજો સૌ કાળનો જય, ખ્રિસ્ત છે મારો !
|
|
મળજો તે સુંદર દેશ, જ્યાં શાંતિ છે હમેશ;
|
|
થજો આનંદ વિશેષ ! ખ્રિસ્ત છે મારો !
|