352

Revision as of 08:29, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૫૨ - પ્રીતિની સરીતા == {| |+૩૫૨ - પ્રીતિની સરીતા |- |ટેક: |શી સરિતા પ્રીત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૫૨ - પ્રીતિની સરીતા

૩૫૨ - પ્રીતિની સરીતા
ટેક: શી સરિતા પ્રીતની, તે શુદ્ધિ કરે સહુ ચિત્તની.
સુંદર સ્વરથી વહેતી વહેતી, આવે નજીક પતિતની. શી.
પાપી, પીડિત, દુ:ખિત મનને આપે શાંતિ નિતની. શી.
છે સુખ કરતા એ શુભ સરિતા બધાં નિરાશ શ્રમિતની. શી.
શીતળા નિર્મળ છે જળ તેનું, તૃષા માટે તૃષિતની. શી.
જીવનજળ આ પીજો પાજો, મુક્તિ સધાશે પતિતની. શી.
હર્ષિત થાઓ સ્નાન કરીને, સ્તુતિકરો સહુ ખ્રિસ્તની. શી.