347

Revision as of 05:14, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૪૭ - પરસ્પર પ્રેમ == {| |+૩૪૭ - પરસ્પર પ્રેમ |- |૧ |સહુનું સુખ તમ જન તાકો, ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૪૭ - પરસ્પર પ્રેમ

૩૪૭ - પરસ્પર પ્રેમ
સહુનું સુખ તમ જન તાકો, એક બીજા પર પ્રેમ જ રાખો;
ભાઈપણાનું બંધન ભાળો, સોબતમાં શુભ સંગત પાળો.
એ જ ખરો ત્રાતાનો ધારો, સંતરથી તો તમ ન વિસારો;
ધ્યાન ધરીને દઢ મન રાખો, પ્રેમ તણું મધ ભાવે ચાખો.
આપણ ભાંડું, એક પિતા છે, સહુથી ઊંચો તે રાજા છે;
શું, ભાઈબે'નો, કજિયો કરીએ ? એક બીજા પર ક્રોધે બળીએ?
ના, પણ જેમ જ નામ પિતાનું 'પ્રેમ' કહ્યું છે, એ સ્મરવાનું;
તેમ જ સર્વ પ્રેમે રહીએ, પ્રીતિ તણો શુભ ધારો ધરીએ.
પ્રેમ ભલાપણમાં વસવાને પ્રભુએ સૃજ્યાં છે સઘળાંને;
તે તો દિન દિન જોતો રહે છે, માનવ કેમ મિલાપ કરે છે.