346

Revision as of 05:13, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૪૬ - ખ્રિસ્ત, હું તારો જ છું == {| |+૩૪૬ - ખ્રિસ્ત, હું તારો જ છું |- |ટેક: |...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૪૬ - ખ્રિસ્ત, હું તારો જ છું

૩૪૬ - ખ્રિસ્ત, હું તારો જ છું
ટેક: રાખ મને સ્તંભ પાસે, હે પ્રભુ,
જ્યાં તેં મુજ માટ મોત સહ્યું;
રાખ મને તુજ કૂખની પાસે, હે પ્રભુ,
જ્યાંથી મૂલવાન રક્ત વહ્યું.
તારો છું, ઓ ખ્રિસ્ત, માનું તારી વાત,
કાં કે તેં કીધી છે પ્રીત;
તો પણ આવું હું ખરા વિશ્વાસ સાથ,
ને તુજ પાસે રહીશ નિત.
મુજને અર્પિત કર તારી સેવા કાજ,
તારી મહા કૃપાએ;
ખરા વિશ્વાસે જોઉં તને આજ,
તારી મરજી મુજ થાએ.
ઘડીભર જો હું મળું તારી સાથ,
શાંતિ મુજ દિલને વળે;
જ્યારે આરાધું તને, ઓ મુજ નાથ,
મળું જેમ મિત્રો મળે.
સમજી શકું ના તારો ઊંડો પ્યાર,
જ્યાં લગ આ જગમાં છે વાસ;
જોઈ શકીશ હું તારો હર્ષ અપાર,
જ્યારે આવીશ તારી પાસ.