341

Revision as of 04:59, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ == {| |+૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ |- |૧ આવો, ઈસુ, જગના ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ

૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ
૧ આવો, ઈસુ, જગના રાજા, ભાવ કરીને મન આપું;
અતપથની જે રૂડી રીતો અંતર લઈ તે સહુ સ્થાપું.
૨ સેવા કરતાં સંધું ત્યાગું, કશું ન રાખું મુજ કાજે;
સતપથ જીવન તુંમાં જાણી સેવ કરું હું મન સાજે.
૩ ઘટ ભીતરથી ખટપટ ટાળું, સેવા સાચી મન ધારું;
ઈસુ દેખી શીશ નમાવું, હર્ખે અર્પું તન મારું.
૪ શુદ્ધ ભક્તિ આભૂષણ જાણી શાંતિ ધરું બહુ મન મારે;
સહન કરીને સહુનું સાંખું, પ્રભુ બાળક છું જગ ધારે.
૫ સહુ સંગે સત પ્રેમે ચાલું, પિતા તણું હું મન રાખું;
કે તે સાચો પૂર્ણ દયાળુ, હું પણ તેના ગુણ ભાખું.
૬ દાસો, આવી ઈસુ પાસે લેજો રૂડું મન માગી;
જગમાં તેનું માન વધારો, તે તમને દે નહિ ત્યાગી.