337

Revision as of 04:40, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૩૭ - ઈસુને માટે જીવવું == {| |+૩૩૭ - ઈસુને માટે જીવવું |- |ટેક: |ઈસુ, તારે ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૩૭ - ઈસુને માટે જીવવું

૩૩૭ - ઈસુને માટે જીવવું
ટેક: ઈસુ, તારે કાજે અમે સર્વદા જીવીશું;
તારે કાજે, તારે કાજે અમે જીવીશું.
મિત્રો અને સ્નેહી બધા જો તજી દે અમને કદા,
તોય, પ્રભુ, તુજને સદા પ્રેમે ભજીશું. ઈસુ.
વિનાશી આ જગમાં ભલે સંકટો ને મોત મળે,
તોય, ઈસુ, તુજને નહિ કદીએ તજીશું. ઈસુ.