333

Revision as of 04:32, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૩૩ - પ્રભુ માટે સ્વાર્પણ == {| |+૩૩૩ - પ્રભુ માટે સ્વાર્પણ |- |૧ |હે પ્રભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૩૩ - પ્રભુ માટે સ્વાર્પણ

૩૩૩ - પ્રભુ માટે સ્વાર્પણ
હે પ્રભુ, તું મજ જીવન લે, સમર્પિત કરું છું,
જીવનના મજ દિન મહીં તુજ સેવ કરું હું;
વાપર મારા હાથ, પ્રભુ, સર્વદા તુજ કામે,
ને મજ પાય સંદેશ લઈ પળશે સહુ ઠામે.
ભૂપ તણાં ગાવા સ્ત્વનો મજને સ્વર દેજે,
ને વદવા વચનો તારાં મજને બળ દેજે;
લે, મજ સોનું ને રુપું, અર્પું મન ભાવે,
દામ વડે, મજ જ્ઞાન વડે, મહિમા તુજ થાએ.
લે, મજ ઈચ્છા વાપર તું તુજ કાર્ય જ સારુ,
લે, મજ હ્રદય ને કર ત્યાં રાજ્યાસન તારું;
લે મજ પ્રેમ, પ્રભુ, તુજને અર્પિત કરું છું,
ને મજને પણ વાપરજે, તુજ સેવક હું છું.