326

Revision as of 02:18, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૨૬ - વિશ્વાસની વૃધ્દ્રિ માટે પ્રાર્થના == {| |+૩૨૬ - વિશ્વાસની વૃધ્દ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૨૬ - વિશ્વાસની વૃધ્દ્રિ માટે પ્રાર્થના

૩૨૬ - વિશ્વાસની વૃધ્દ્રિ માટે પ્રાર્થના
ક્ષણિક જીને અક્ષય ઝાલું, અવિનાશીની આશા પાળું,
પાર જવાને માર્ગે ચાલું; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
તુજ પંથે હું ચાલી જાઉં, તુજ પાસે હું રહેવા આવું,
ઉપર જઈ વસવાનું ચાહુ; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
જ્યારે સહુ અંધારું ભાસે, ફલેશ વિપત્તિ બધે થાશે,
ઓથ કદી ના દેખું પાસે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
આકાશી અજવાળું માગું, લૌકિક અંધારું હું ત્યાગું,
દિન પર ચેત થઈને જાગું; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
સંધું અવળું ફરશે જ્યારે, બોજો માથે પડશે ભારે,
તારો પ્રેમ ન ભૂલું ત્યારે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
જ્યારે વેરી સર્વ લડે છે, ઓગમત્ચી વિકરાળ ચઢે છે,
જોદ્ધાનું બહુ રક્ત પડે છે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
ઘોર ભયાનક આંધી ઊઠે, જળથળનાં શુભ બંધન છૂટે,
બચવાની બહુ આશા ખૂટે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
જો પરલોકે મિત્રો જાશે, વહાલાં સર્વ વિજોગાં થાશે,
મારે વસવુ એકલવાસે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
નજરે જે નહિ તે હું ભાળું, પાસે જ નહિ તે હું પાળું,
હાથે જે નહિ તે હું ઝાલું; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
૧૦ જ્યાં લગ શરત બધી થઈ રહેશે, આકાશે મુજ આત્મા પેસે,
તાજ અચળ ત્યાં શિર પર બેસે; મુજ વિશ્વાસ વધારે, પિતાજી.
૧૧ મુજમાં નિત આનંદ કરાવો, ઉર વિષે તુજ શાંતિ ભરાવો,
દઢ મન આપી ધીર ધરાવો; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.