320

Revision as of 02:06, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૨૦ - મારું દર્શન થા == {| |+૩૨૦ - મારું દર્શન થા |- |૧ |દર્શન થા મારું, હ્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૨૦ - મારું દર્શન થા

૩૨૦ - મારું દર્શન થા
દર્શન થા મારું, હ્રદયના ધણી;
તને જ હું જાણું, નહિ બીજો કોઈ,
મારો વિચાર તું રાત્રે કે દહાડે,
ઊંઘું કે જાગું, હું તુજ અજવાળે.
તું મારું વચન, બુદ્ધિ હું તણી;
હું તારી સાથ, તું મુજ સાથ, હે ધણી;
મારો તું પિતા, હું તારો દીકરો;
હું અને તું એક, છું મુકામ તારો.
તું મારું બખ્તર, લડવાને તારવાર;
તું મારો આનંદ, આબરુ સાચવનાર,
આત્માનો રક્ષક, કિલ્લો ને શક્તિ,
સ્વર્ગ ભણી દોરજે, સમર્થ હું તુજથી.
ધનદોલત, વખાણ પર લક્ષ નવ લેશ,
હું વારસ તારો, અત્યાર ને હમેશ;
હ્રદયનો વહાલો, તે તો કેવળ તું જ,
ખ્રિસ્ત સ્વર્ગી રાજા, હું તો તારો છું જ.
સ્વર્ગીય રાજા, પાપ જીતી આવું,
તો આકાશ પહોંચાડ, પ્રકાશ જેનો તું;
હ્રદયના વ્હાલા, ભલે થાય જે હ્યાં,
સ ર્વા ધિ કા રી, તું દર્શન દે ત્યાં.