317

Revision as of 02:01, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૧૭ - પ્રાર્થના કર્વા વિષે == {| |+૩૧૭ - પ્રાર્થના કર્વા વિષે |- |૧ |પ્રા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૧૭ - પ્રાર્થના કર્વા વિષે

૩૧૭ - પ્રાર્થના કર્વા વિષે
પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો, નિત પ્રાર્થ કરો;
પ્રાર્થ કરો દિનરાત તમો, નહિ થાક ધરો;
ગાન કરો સત્શાસ્ત્ર ભણો, અતિ ભાવ થકી;
પ્રાર્થ કરિ તમ પ્રાર્થ કરો, નિશદિન નકી.
પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો, બહુ જીત થશે;
પ્રાર્થ તણા સત્શસ્ત્ર વડે, અરિ દૂર ખસે;
પ્રાર્થ કરો વિશ્વાસ થકી, સહુ દુ:ખ જશે;
પ્રાર્થ કરો દિનારાત તમો, સત સુખ થશે.
પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો દુર્બુદ્ધ જશે,
પ્રાર્થ વડે મળતા બળથી, મન શુદ્ધ થશે;
પ્રાર્થ કરો નિત જાગૃત રહી, નહિ થાક ધરો;
ખ્રિસ્ત તણી શુભ સેવ કરી, ભવ પાર તરો.
પ્રાર્થ કરો સહુ ખ્રિસ્તી જનો, સહુ ભ્રાન્ત ટળે;
પાપ ટલે, મન શાંત વળે, શુભ ત્રાણ મળે;
દાસ કહે તમ પ્રાર્થ તણો, નિત શ્વાસ ધરો;
જીવનના સહુ દિવસમાં, નિત પ્રાર્થ કરો.